ડાંગરના પાકનિ ખેતિ પદ્ધતિ

 ડાંગરના પાકની ખેતી પદ્ધતિ



‐ પ્રસ્તાવના
         
    ચોખા એ ભારતના દક્ષિણ અને પૂર્વ ભાગોના મુખ્ય ખોરાક છે વિશ્વ સ્તર ચિન ચોખાનું પ્રથમ ઉત્પાદન કરેલ છે.
અને ભારત બીજા નંબરનું સ્થાન ધરાવે છે.પશ્ચિમ બંગાળ
ભારતમાં ચોખાના ઉત્પાદન માં મોખરે છે. ચોખાનિ ખેતિ કરવા ખરેખર મુશ્કેલ છે. તેને પુષ્કળ પાણીની જરૂર પડે છે.
આપણા રાજ્યમાં ડાંગરના ખેતિ અંદાજે 6.50 થી 7.50
લાખ હેકટર માં કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં 
ડાંગરની ખેતીનો કુલ વિસ્તાર પૈકી 60%થઈ વધુ 
વિસ્તાર માં ફેર રોપણી થી ડાંગરનિ ખેતિ થાય છે.
2016 અને 17 દરમ્યાન ગુજરાત માં ડાંગર નો કુલ વાવેતર
વિસ્તાર 8.4 લાખ હેકટર માંથિ કુલ 19.6 લાખ ટન ઉત્પાદન હતું .


આબોહવા
ચોખા એ ઉષ્ણકટિબંધીય આબોહવા પાક છે. જે દરિયાની સપાટીથી 3000 મીટર ની ઊંચાઈ સુધી ઉગી શકે છે ડાંગર ની ખેતી સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં ભેજવાળી સ્થિતિમાં પણ કરી શકાય છે તેને 20 અને 40 અંશ સેલ્સિયસ નિ વચ્ચેના તાપમાન સાથે તેજસ્વી સૂર્યપ્રકાશનિ પણ જરૂર છે. તે 42 સેલ્સિયસ સુધી તાપમાન સહન કરી શકે છે


- જમીન અને જમીનની તૈયારી

-ડાંગરનિ ખેતિ પદ્ધતિ માં જમીન તૈયારી કરતી વખતે 400 કિલો ઘનજીવામૃત નો ઉપયોગ કરવો. જો ઘનજીવામૃત નો
ઉપયોગ કરતા હોય તો 200 કિલો ઘનજીવામૃત નો
ઉપયોગ કરવો.
-ડાંગર ના પાકને પાણીની વધુ જરૂરિયાત રહેતા હોવાથી 
વધુ નિતારવાળી જમીન માફક આવતી નથી.
-મધ્યમ ગોરાળુ કે કાળિ જમિનમા ડાંગરનૉ પાક સારો 
થાય છે.
- ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઈ રહે તેવી નિશાળવાળી કાપની જમીનમાં ડાંગર નો પાક સારી રીતે લઈ શકાય છે.
- જમીનને સમતલ કરી ત્યારબાદ પાણી ભરીને કરવું જેથી ધરૂની રોપણી કરવાથી છોડને ચોંટવામાં અનુકૂળતા રહેશે અનુકૂળતા રહેશે અને જમીનમાં નીચે ઉતરી જતા પાણીનો વ્યય અટકાવી શકાય.
    


-બિજનિ પસંદગી 


- ડાંગરના વધુ ઉત્પાદન માટે જે તે વિસ્તારની જમીન આબોહવા અને વરસાદની પરિસ્થિતિને અનુકૂળ સુધારેલ વધુઉત્પાદન આપત્તિ ઠીંગણી જાતોની પસંદગી કરવી જોઈએ.
- અપુરતિ પિયત સુવિધા કે વરસાદ આધારિત વિસ્તાર 
માટે વહેલી પાકતિ અને પિયતનિ સગવડવાળા વિસ્તાર 
માટે મધ્યમ મોડિ કે મોડિ પાકતિ જાતોની પસંદગી કરવી 
જોઈએ.


-વેરાયટિ
વહેલિ પાકતિ જાતો (80 થિ 100 દિવસ)
એસ.કે.-20 ,જી. આર.-3 જી આર.-4 જી
.આર.6, આર.-7 જી .આર.-12 ગુજઁરિ. 
આઈ .આર. 28,જી એ. આર-2 અને જી.એ.
આર-3.
મધ્યમ મોડિ પાકતિ જાતો(100 થિ 120 દિવસ)
            જી.આર.-11 જયા ,આઈ .આર.-22,જી.
            આર.-103,જી. એ.આર.-13.જી.એ.આર.
            -1 (સુગંધિત),દાંડિ, એસ.એલ.આર .-
            51214 (ક્ષાર પ્રતિકારક જાતો).
મોડિ પાકતિ જાતો(130 થિ 140 દિવસ)
બિન સુગંધિત:મસુરિ, સુગંધિત:જી.આર.-
101 નર્મદા અને જી. આર. -104.


બિજ નો દર
- શુદ્ધ શોખો ભરાવદાર અને પ્રમાણિત બિયારણના વાવેતર માટે ઉપયોગ કરવો જોઈએ દેશી બિઝને પ્રથમ
-રોપણ ડાંગર માટે ઝીણા દાણા વાળી જાતનો 20 થી 25 kg જ્યારે જાડા દાણા વાળી જાતનો 25 થી 30 kg પ્રતિ હેક્ટરે બીજદરની જરૂરિયાત પડે છે.
 -ઓરણ ડાંગર માટે પ્રતિ હેક્ટરે 50 થી 60 કીગ્રા બિજદર રાખી વાવેતર કરવું.


-બિજ માવજત
    
બીજામૃત બનાવીને તેમાં ડુબાડીને ઉપયોગ કરી શકાય છે.


-ધરુવાડિયુ 

- જેટલા વિસ્તારમાં ડાંગરની રોપણી કરવાની હોય તેના દસમાં વિસ્તારમાં ધરુવાડિયુ નાખવુ. એટલે કે એક હેક્ટરે ડાંગરની રોપણી માટે ૧૦ ગુંઠા જમીનમાં ધરુવાડિયું પૂરતું છે
- ધરુવાડીયામાં એક મીટર પહોળા ,10 મીટર લાંબા અને 15 સેમી ઊંચાઈના એક સરખા માપના ગાદી ક્યારા બનાવવાથી ખેતી કાર્યૉ કરવા અનુકૂળતા રહે છે.
- ક્યારા ડિથ 200 કિલો ઘનજીવામૃત જમીન માં ધઋ નાખતા પહેલા આપવુ.
- ધરુવાડિયુ મે માસના અંતમાં અને મોડિમાં મોડું જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં નાખવું જોઈએ .
- કયારા દીઠ બચ્ચો 240 થી 300 ગ્રામ બીજ પુંખિને અથવા ગાદિ ક્યારામાં 10 સેમી ના અંતરે છિછરા ચાસ ખોલી લાઈનમાં વાવેતર કરી ઢાંકી દેવું.
- બિજની વાવણી બાદ 24 કલાક સુધી ગાદી કયારામા 2 સે .મી પાણી ભરી રાખવું. ત્યારબાદ ધરુવાડિયામાં સતત ભેજ જળવાઈ રહે તે પ્રમાણે પાણી આપતા રહેવું.
- ધરુવાડિયામાં પાણીની ખેંચ પડે તો જમીનના ક્ષારો ઉપર આવે છે. અને ડાંગરનું ધરું ફિકકુ અને પીળું પડે છે તેને ``કોલાટ`` કહેવામાં આવે છે. જે લોહ તત્વની ઉણપને લીધે જોવા મળે છે. તેના નિયંત્રણ માટે બે થી ત્રણ વાર ધરુવાડીયામાં પાણી ભરી નીતારી અને પછી પાણી ભરી રાખવું.
- સામાન્ય રીતે 22 થી 24 દિવસે ધરુ 4થી 5 પાનનું થાય ત્યારે રોપણી લાયક બને છે. મોટી ઉંમરના ધરુ નિ રોપણી કરવાથી ફૂટ ઓછી મળે છે અને સરવાળે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

ફેર રોપણી

ડાંગર ની ફેરરોપણી માટે જુલાઈ નું પ્રથમ પખવાડિયું આદર્શ સમય છે.


ડાંગર ની ફેરોપની બે હાર વચ્ચે 20 સેમી અને બે છોડ વચ્ચે ૨૫ 25 સેમી નું અંતર રાખી થાણા દીઠ બે-ત્રણ ધરૂ રોપવા.
          
     - રોપણી માટે 24 દિવસનું ચિપાદાર ધરુ ઉત્તમ ગણાય છે
      - ધરુની રોપણી વખતે પાનનો ટોચનો ભાગ કાપી રોપણી કરવી.

ઓરણ ડાંગર ચોમાસામાં વાવણી લાયક સારો વરસાદ થાય ત્યારે બે હાર વચ્ચે 30 સેમી નો અંતર રાખી વાવણી કરવી.

      -રોપણ ડાંગર માટે 21 થી 24 દિવસ ધરુંની રોપણી કરવી. 

પિયત વ્યવસ્થાપન 

શરૂઆતના જીવનકાળ દરમિયાન રોપણીથી ફૂટ નીકળે ૩૫ દિવસ સુધી પાણીની ખાસ જરૂર હોય છે ત્યારે 2 થી 3સેમી પાણી ભરી રાખવુ .

કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂટ અવસ્થા, જીવપડવો, અને દાણા ભરવાની અવસ્થા હોય ત્યારે 4થી 5 સેમી જેટલું પાણી ક્યારી ભરી રાખાવુ.
 
       નિંદામણ વ્યવસ્થાપન
 
           - ડાંગરના પાકને રોપણી બાદ 15 થી 45 દિવસ સુધી નિંદામણમુક્ત રાખવો જોઈએ.

           - ફેર રોપણી બાદ 15 દિવસે અંતર ખેડ કરવી અને 2-3વાર નિંદામણ કરવા.

કયારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી પણ નિંદણનો ઉપગ્રહ ઓછો જોવા મળે છે.

જીવાત
  
1)ગાભામારની ઇયળ= રોપણી પછી 25-30 દિવસે છોડનો વચ્ચેનો પિલો સુકાય છે જેને ડેડહાર્ટ કહે છે. કંટી વખતે કંટી સુકાઈને સફેદ થઈ દાણા ભરાતા નથી. અને ખેચાતા સહેલાઈથી ખેંચાઈ આવે છે જેને સફેદ પીંછી (વાઈટ ઈયર હેડ) છે

#નિયંત્રણ

- ડાંગરની રોપણી વહેલી જુલાઈના પ્રથમ પખવાડિયા મા કરવાથી જીવનનો ઉપગ્રહ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે
- નિમાસ્ત્ર બનાવીને પણ એને નિયંત્રણમાં લાવી શકાય છે પ્રતિ પંપે 200 મિલી લિટર ઉપયોગ કરવો.

2) પાનવાળનારી ઈયળ= આ ડિયળ પાનને બે ધારોને જોડી ગોળ ભૂંગળી જેવી બનતી તેની અંદર ભરાઈ રહી પાનનો લીલો ભાગ ખાય છે જેને પરિણામે પાન પર પારદર્શક સફેદ ધાબા જોવા મળે છે. 

 # નિયંત્રણ

 - આના નિયંત્રણ માટે અગ્નિસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ પ્રતિ પંપે 200 ml
 
3) લશ્કરી ઈયળ= ઉપદ્રિત ખેતરમાં આવી કાપી નાખેલ ઘંટીઓ જમીન પર પડેલી જોવા મળે છે કંટીઓ જાણે લણીલીધેલી હોય તેમ છોડ કંટી વિના દેખાય છે.

# નિયંત્રણ 
 
આ જીવાત ને અટકાવવા માટે ધરવાડિયામાં ફરતે એકાદ ફૂટ ઉડી ખાય ખોદવાથિ ઇયરોતેમાં પ્રવેશી શકતી નથી .આના નીયંત્રણ માટે દસપણી અર્ક નો ઉપયોગ કરવો જોઈએ પ્રતિ પંપે 200 થી 300 ml.  

રોગો

                    1) જીવાણુથી થતો સુકારો= આ રોગમાં પાનની ટોચથી ધારો સુકાય ધીમે ધીમે છોડ અને કંટી પર સુકાય છે. પાન ટોચનો ભાગેથી ઉભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બંને હારેથી બદામી રંગમાં ઊંધા ચિપિયાઆકારે સુકાતા નીચેની તરફ સુકારો આગળ વધે છે. 
 
        # નિયંત્રણ
 
        – રોગ મુક્ત વિસ્તાર નુ પ્રમાણિક બિયારણ પસંદ કરવુ.
   
પિંજર પાક તરિકે ગલગોટા,મકાઈ,જેવા પાકોનું વાવેતર કરવુ.
બિજામૃત નો પટ આપવાથી પણ તેનું નિયંત્રણ થઈ શેક છૅ.

       2)કરમોળી= રોગ તીવ્ર સ્વરૂપમા હોય ત્યારે લગભગ આખા પાન પર આવા ટપકા જોવા મળે છે.આ રોગ ફુગ્થી જોવા મળે છે.ડાંગર ઉગાડતા લગભગ બધાજ વિસ્તારમા વઘતા ઓછા પ્રમાણમા આ રોગ જોવા મળે છે.

    # નિયંત્રણ

બીજામૃત નો પટ આપીને વાવેતર કરવું.
પ્રતિ એકરે 200 kg ઘનજીવામૃત નાખીને ઉપયોગ કરવો
ગલગોટા, સૂય્રમુખી, મકાઈ વગેરેનો પાક પિંજર પાક તરીકે લઈ શકાય. 



પાકની કાપણી
 

ડાંગરમાં કાપણીનો સમય ખાસ સાચવવો.
ડાંગરના ઉપરના પાનપુરા સુકાયા ન હોય પરંતુ કંટીમાં દાણા કઠણ થવા માંડે અને તેમાં રંગ પીળો પડે ત્યારે પરિપક્વ અવસ્થાઍ કાપણી કરવી.
કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણા ખરી પડવાનો અને ચોખામાં કણ્કી પ્રમાણ ઘટે છે.
સામાન્ય રીતે ડાંગરના પાકમાં કંટી નિક્રિયા બાદ ૨૫ થી ૩૦ દિવસે ડાંગરો પાક કાપવા લાયક બને છે જેથી આ સમય ડાંગરની સમયસર કાપણી કરવાથી ચોખાનું પ્રમાણ વધુ મળે છે

Popular posts from this blog

મહારાણા પ્રતાપ

તલ નિ પાકૃતિક ખેતિ પદ્ધતિ