તલ નિ પાકૃતિક ખેતિ પદ્ધતિ

ચોમાસુ તલ ની પ્રાકૃતિક ખેતી પદ્ધતિ

આપણા રાજ્યમાં તલનો પાક ખાદ્ય તેલીબિયાં પાક તરીકે અગત્યનો છે. આ પાકનું ગુજરાતમાં અમરેલી,ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, કચ્છ અને જામનગર જિલ્લાઓમાં મુખ્યત્વે વાવેતર થાય છે. તલ ની ખેતી સામાન્ય રીતે 1.02 લાખ હેક્ટર માં થાય છે. પરંતુ આ વખતે તેનુ વાવેતર 1.50 લાખ હેક્ટર માં થયું છે જે સરેરાશ ખેતી કરતા 146% વધુ છે. 2019 માં 1.16 લાખ હેક્ટર માં વાવેતર થયું હતું. 2020-21 માં ખરીફ અને રવી સીઝન માટે 1.48 લાખ હેક્ટર માં તલની લણની થય છે. ગુજરાતમાં પ્રતિ હેકટર લગભગ 659 કિલો તલનું ઉત્પાદન થાય છે ચીન પછી ભારતમાં તલનો સૌથી વધુ ઉત્પાદન થાય છે.

• તલની આર્થિક અગત્યતા તલના દાણામાં 38 થી 54% તેલ અને સારી ગુણવત્તા 18 થી 25% પ્રોટીન હોય છે. સામાન્ય રીતે 78% તેલના પીલાણ માટે ૨૦% ખાવા માટે અને 2 થી 3% બિયારણ માટે લેવાય છે તલનો ઉપયોગ પૌષ્ટિક ખોરાક સુગંધીદાર વસ્તુઓ બનાવવા માટે અને ઔષધીય દવાઓમાં થાય છે.

તલ ની વિવિધ બનાવટો

વેજીટેબલ ઘી, ચીક્કી, તલના લાડુ, તલની સાની, તલ ની કચોરિયું, તલની બરફી, તલની રેવડી, તલ ના બિસ્કીટ, તલ કેક, ફરસાણમાં મુખવાસ, તલ ની ચટણી,તલ બટાટા ની પેટીસ વગેરે બનાવટો માં થાય છે. મોટા દાણાવાળા સફેદ કલરના તલ એક્સપોર્ટ થાય છે. જ્યારે કાળા તલ નો ઉપયોગ દવા તરીકે થાય છે.

• આબોહવા

તલના પાકને ભૌતિક પરિબળો જેવા કે પ્રકાશનો સમય અને તેની તીવ્રતા વધારે અસર કરે છે. તલને તેના જીવંત સમય દરમિયાન 500 થી 650 મિ.મી વરસાદની જરૂર પડે છે. ચોમાસામાં વરસાદ પછી વાવણી કરવામાં આવે છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયા જૂનના છેલ્લા અઠવાડિયામાં અને જુલાઈના બીજા અઠવાડિયામાં વાવણી કરવામાં આવે છે.

• જમીન

તલના પાકને સારા નિતારવાળી ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન માફક આવે છે. ચીકણી ક્ષારવાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી. તલનો પાક 5.5 થી 8.0 પીએચ આંક ધરાવતી જમીનમાં સારી રીતે લઈ શકાય છે.

બીજ

વાવેતર માટે ગુજરાત તલ 1, ગુજરાત તલ 2, અને ગુજરાત તલ 3 નામની સફેદ દાણાવાળી અને ગુજરાત તલ 10 નામની કાળા દાણાવાળી જાત પસંદ કરવી, પુર્વા 1 નામની બદામી લાલ દાણાવાળી જાત યોગ્ય છે. શંકર કે હાઈબ્રીડ જાતો કરતા પ્રાકૃતિક ખેતીમાં તલની દેશી જાતો વધુ અનુકૂળ આવે છે.

બીયારણ નો દર અને માવજત તલના એક હેક્ટરના વાવેતર માટે 2.5 kg બિયારણ પૂરતું છે. તલના બીજ ને બીજામૃત નો પટ આપે છે. તલનુ બીજ ઝીણું તેમજ દર ઓછો હોવાથી વાવણી વખતે તલમાં ઝીણી રેતી ભેળવીને વાવેતર કરવાથી અંતર

જાળવી શકાય. ખાતર

તલનું વાવેતર કરતા પહેલા છેલ્લી ખેડની પહેલા પ્રતિ એકર 400 kg ગોબર આધારિત ઘનજીવામૃત અથવા 200 kg ગોબરગેસ સ્લરી આધારિત ઘનજીવામૃત એક એકર જમીન ઉપર સરખા પ્રમાણમાં નાખી દેવું. આખરી ખેડ માં ભેળવી દેવું અને ઘનજીવામૃત ની બીજી માત્રા જ્યારે તલના પાકમાં ફૂલની સ્થિતિ હોય ત્યારે પ્રતિ એકર 200 kg ધનજીવામૃત નો ઉપયોગ કરવો.

• આંતરખેડ અને નિંદામણ તલના પાકની વૃદ્ધિ શરૂઆતના સમયમાં ઓછી હોવાથી જો સમયસર નિંદામણ નિયંત્રણ કરવામાં ન આવે તો 49 થી 70 ટકા જેટલો ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. તલના પાકને ઉગ્યા પછીથી 15 થી 30 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવો જોઈએ. આંતરખેડ અને હાથથી નિંદામણ કરી આ ઘાસનો આચ્છાદન તરીકે ઉપયોગ કરવો.

પિયત વ્યવસ્થાપનતલ ઓછા વરસાદમાં થતો પાક છે તલના પાકને તેના કાર્યકાળ દરમિયાન 250 થી 350 એમ એમ જરૂરિયાત રહે છે. આમ છતાં પાણીની સગવડ હોય તો પાકની કટોકટી અવસ્થાઓ જેવી કે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી બૈઢા બેસે ત્યાં સુધીમાં વરસાદ ન હોય તો જમીનમાં ભેજ ખેંચ જણાય તો પિયત આપવું જોઈએ. દરેક પિયત સાથે 200 લીટર પ્રતિ એકર જીવામૃત આપવું.

• આંતર પાક તલનું વાવેતર આંતરપાક તરીકે કપાસ, મકાઈ, તુવેર દિવેલા, મગફળી અને સૂર્યમુખી વગેરે લઈ શકાય છે. જ્યારે મુખ્ય પાક નિષ્ફળ જાય ત્યારે આંતર પાક તલમાંથી પૂરક આવક મળી રહે છે.

જીવાંત

તલની માથા બાંધનારી ઈયળ માટે બ્રહ્માસ્ત્રનો સ્પ્રે કરવો. બ્રહ્માસ્ત્ર પ્રતિ પંપ માં 300 થી 350 ml નાખી સ્પ્રે કરવો

તલ ની પાનકથીરી માટે નીમાસ્ત્ર નો સ્પ્રે કરવો, નીમાસ્ત્ર નો સીધો જ છંટકાવ કરવો.

કોઇ પણ જીવાંત દેખાય તો દસપર્ણી અર્ક નો છંટકાવ કરવો.

તલના પાનનો સુકારો, તલનો મૂળખાઈ, સૂક્ષ્મ જીવાણુથી થતો ટપકાનો રોગ માટે બીજામૃત નો બીજને પટ આપવો જેથી રક્ષણ મળે છે. અને પિંજર પાકો લેવા જેનાથી મિત્ર ફૂગ શત્રુ ફુગ નું નિયંત્રણ કરે છે.

પ્રાકૃતિક દવાના સ્પ્રે પૂનમ અને અમાસના સમયે કરવો. કારણ કે તે દિવસે કીટકો ઈંડા મૂકે છે. • જીવામૃત છંટકાવ ટાઈમ ટેબલ 1. પ્રથમ છંટકાવ બીજ વાવણી બાદ 15 દિવસ પછી પ્રતી એકર 100 લિટર પાણી 5 લિટર કપડાથી

ગાળેલું જીવામૃત નો છંટકાવ કરવો 2. બીજો છંટકાવ 15દિવસ પછી 150 લિટર પાણી 15 લિટર જીવામૃત

3. ત્રીજો છંટકાવ 15 દિવસ પછી 200 લિટર પાણી 30 લીટર જીવામૃત 4. ચોથો છંટકાવ 15 દિવસ પછી 200 લિટર પાણી 40 લિટર જીવામૃત

5. પાચમો છંટકાવ દાણા બેસવાની અવસ્થાએ 200 લીટર પાણી 5 લિટર છાશ અને 30 લિટર જીવામૃત

નો સ્પ્રે કરવો.

• તલની કાપણી

તલ પાકના બેઢા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી. ચોમાસુ તલ 85 થી 90 દિવસે પાકી જાય છે. જો તલની કાપણી મોડી કરવામાં આવે તો તલના બૈઢાઓ ફાટી જવાથી તલ ખરી જવાના લીધે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. ઉત્પાદનમાં આ ઘટાડો લગભગ 30% ની આસપાસ હોય છે. કાપણી બાદ તલના નાના પૂડા વાળી ઉભા કરવા થોડા સુકાઈ ગયા બાદ પૂળાઓને ઉંધા કરી ખંખેરવામાં આવે છે.

ઉત્પાદન

જમીનની જાત, વાવણીનો સમય અને જરૂરિયાત મુજબ સમયસર વરસાદ પડે તો હેક્ટર દીઠ 700 થી 800 કિલોગ્રામ અને અંતર પાકમાં મુખ્ય પાક ઉપરાંત 300 થી 400 કિલોગ્રામ તલનું ઉત્પાદન મળે છે.

• તલનો સંગ્રહ

તલના દાણા ની સફાઈ અને સુકવણી કર્યા પછી સંગ્રહ કરવો. તલના દાણા પર જુદી જુદી જીવાતો અસર કરે છે આ માટે તડકામાં સાફ કરેલા અને સૂકવેલા તલના દાણામાં 5% થી નીચે ભેજ રહેવો જોઈએ કોઠારમાં સંગ્રહ કરતી વખતે તલના પીપ એકદમ ફિટ હોવા જોઈએ જેથી જીવાંત નો ઉપદ્રવ ઓછો થાય.

Popular posts from this blog

મહારાણા પ્રતાપ