મહારાણા પ્રતાપ




મહારાણા પ્રતાપ

આપણાં દેશમાં અનેક વીર યોદ્ધાઓ અને રાજાઓ થઈ ગયા. આમાંના જ એક એવા મહારાણા પ્રતાપની આજે વાત કરીએ. આ વર્ષે તેમની 480મી જન્મજયંતિ છે. આમ તો એમનો જન્મ 9મેનાં રોજ આવે છે, પણ તેમની જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ.

મહારાણા પ્રતાપ નું જીવન

નામ:- મહારાણા પ્રતાપ
જન્મ તારીખ:- 9 મે 1540
જન્મ સ્થળ:- કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)
માતાનું નામ:- મહારાણી જીવંતાબાઈ
પિતાનું નામ:- મહારાણા ઉદયસિંહ
૫ત્નીનું નામ:- અજબદે પવાર
ઘર્મ:- સનાતન
જાતિ:- સિસોદિયા રજવંશ
રાજયાભિષેક:- ગોગુંડામાં
પુત્રોના નામ:- અમરસિંહ, જગમાલ, શકિતસિંહ, સાગરસિંહ
મહારાણા પ્રતાપ નું વજન:- 110 કિલો
 ઉંચાઇ:- 7 ફૂટ 5 ઇંચ
ભાલા નું વજન:- 81 કિલો
બખ્તરનું વજન:- 72 કિલો
ઘોડાનું નામ:- ચેતક
મૃત્યુ તારીખ/ સ્થળ:- તા.19 જાન્યુઆરી 1597 રાજધાની ચાવંડમાં

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540નાં રોજ મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17 સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.

તેમણે પોતાના શરૂઆતનાં દિવસો ભીલ લોકો સાથે ગાળ્યા હતાં. ભીલ બોલીમાં ‘કીકા’નો અર્થ પુત્ર થાય છે અને તેથી જ મહારાણા પ્રતાપને તેઓ કીકા કહીને બોલાવતા. મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110 કિલો હતું. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.
 ઈ.સ. 1572માં મહારાણા બન્યા પછી તેમણે ક્યારેય ચિત્તોડની ફરી મુલાકાત નહીં લીધી, એમ કહો કે લેવા જ ન પામ્યા. હિંદુસ્તાન પર રાજ કરવાની ઈચ્છા રાખનાર બાદશાહ અકબર કેટલીય વાર મહારાણા પ્રતાપ પાસે સંધિ પ્રસ્તાવ લઈને પોતાનાં દૂત મોકલી ચૂક્યા હતા, પરંતુ ‘મેવાડના રાજા તો પ્રતાપ પોતે જ રહેશે’ એ સિવાયની તમામ શાંતિ સંધિની શરતો તેઓ સ્વીકારવા તૈયાર હતા.

પ્રતાપે મુઘલો સામે ઘણાં યુદ્ધો કર્યા હતા, પરંતુ પ્રખ્યાત તો હલ્દીઘાટીનું યુદ્ધ જ હતું. ઈ. સ. 1576માં થયેલાં આ યુદ્ધમાં વીસ હજાર સૈનિકો સાથે પ્રતાપે એંસી હજાર સૈનિકોવાળી મુઘલ સેનાનો સામનો કર્યો હતો. આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. મોટા ભાગના રાજપૂત રાજાઓ મુઘલોની શરણાગતિ સ્વીકારી ચુક્યા હતા, પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી.
તેમનાં ભાલાનું વજન 81કિલો અને બખ્તરનું વજન 72 કિલો હતું. ભાલો, બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન 208 કિલો હતું. આટલું વજન લઈને પણ તેઓ દુશ્મનો સામે સ્ફૂર્તિથી લડી શકતા હતા.,પહાડ પરથી કૂદકો મારી શકતા હતા કે પછી ઘોડો કુદાવી શકતા હતા.

તેઓ હંમેશા એક કરતાં વધારે તલવાર સાથે લઈને ફરતા હતા. જો ક્યારેક કોઈ દુશ્મન હથિયાર વગરનો થઈ જાય તો તેઓ પોતાની તલવાર આપી દેતા, પરંતુ નિઃશસ્ત્ર દુશ્મન પર ક્યારેય હુમલો ન કરતા.

હલ્દીઘાટીમાં મુઘલ સેનાપતિ બહલોલ ખાનને તેમણે તલવારના એક જ ઝાટકે એનાં ઘોડા સહિત ચીરી નાંખ્યો હતો, જે ઈતિહાસની સૌથી ચર્ચિત ઘટના છે.
અકબરે ક્યારેય પણ મહારાણા પ્રતાપ સાથે પ્રત્યક્ષ યુદ્ધ કર્યું ન હતું. તેમણે હલ્દીઘાટીમાં પણ જહાંગીર અને પોતાના નવરત્નોમાના એક માનસિંહને મોકલ્યા હતા.
યુદ્ધ દરમિયાન જ્યારે જહાંગીરનો હાથી તેમની એકદમ નજીક આવી ગયેલો ત્યારે તેમનાં ઘોડા ચેતકે હાથી પર પોતાનાં બે પગ ટેકવી દીધેલ અને પ્રતાપે પોતાનો 108 કિલોનો ભાલો જહાંગીર પર છુટ્ટો ફેંક્યો હતો. નજીવા અંતરથી જહાંગીર આ ભાલાનાં ઘાથી બચી ગયો. જહાંગીરનાં બચી જવાથી જ ભારતમાં અંગ્રેજો પગપેસારો કરી શક્યા, કારણ કે આગળ જતાં જહાંગીર બાદશાહ બન્યો અને એણે જ અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની મંજુરી આપી હતી.


Popular posts from this blog

મગફળી નિ ખેતિ