કાંકરેજ ગાય
ઉત્પત્તિ અને વિતરણ કાંકરેજ નામ કચ્છના રણના દક્ષિણ પૂર્વ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આવેલ છે. પ્રાણીઓ મુખ્યત્વે બનાસ અને સરસ્વતી નદીઓના કાંઠે કે જે આ વિસ્તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ત્યાં જોવા મળે છે. કાંકરેજ અલગ અલગ વિસ્તારોમાં અન્ય નામો દ્વારા પણ ઓળખાય છે: રાધનપુર વધિયાર કચ્છ વાગડ અથવા વાગડિયા શારીરિક લાક્ષણિકતાઓ કાંકરેજ જાતિના પશુઓ ખૂબ જ કિંમતી હોય છે કારણ કે આ ઝડપી અને શક્તિશાળી ભારવહન પશુઓ છે. તેઓ દુધના ઉચિત ઉત્પાદકો પણ છે. કાંકરેજ સૌથી ભારે ભારતીય જાતિના પશુઓમાં એક છે. તેઓ રંગે ચાંદી થી ભૂખરા થી લોખંડી ભૂખરો અથવા સ્ટીલ કાળા એમ વિભિન્ન હોય છે. આ ઢોરમાં લાલ રંગ અપ્રભાવી આનુવંશિક અસરને કારણે દર્શાવે છે. જ્યારે જન્મેલો નાના વાછરડાં લાલ રંગના હોય છે, જે ધીમે ધીમે ૬ થી ૯ મહિનાની અંદર અદૃશ્ય થઈ જાય છે. રંગ ભાત સમાન નથી હોતી, આગળના પગ , ખૂંધ અને પાછળના પગ પેટના ભાગ કરતાં ઘાટા હોય છે, ખાસ કરીને નરમાં. ચામડીનું રંગદ્રવ્ય ઘાટુ હોય છે અને ત્વચા સહેજ ઢીલી અને મધ્યમ જાડાઈની હોય છે. વાળ નરમ અને ટૂંકા હોય છે. એવું પણ જોવામાં આવ્યું છે કે લાલ રંગ અપ્રભાવી હોય છે. કપાળ વ્યાપ...